Home Politics ગુજરાતમાં બોગસ સર્ટિફિકેટનું રેકેટ; ઉમેદવારો 70 હજાર આપીને 40 દિવસની અદર સર્ટિફિકેટ...

ગુજરાતમાં બોગસ સર્ટિફિકેટનું રેકેટ; ઉમેદવારો 70 હજાર આપીને 40 દિવસની અદર સર્ટિફિકેટ મેળવી લે છે : યુવરાજસિંહ

Face Of Nation 08-03-2022 : ગુજરાતમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પેપરકાંડ બાદ હવે સર્ટી કાંડનો આરોપ લગાવ્યો છે. યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે, કેટલાક ઉમેદવારો પરીક્ષા પાસ કર્યા બાદ ખોટા સર્ટિફિકેટ રજૂ કરી હાલ નોકરી કરી રહ્યા છે. આ બોગસ સર્ટિફિકેટ અપાવવાનું ગુજરાતમાં એક રેકેટ ચાલતું હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે. યુવરાજસિંહે દાવો કર્યો છે કે એજન્ટો ઉમેદવારોને માત્ર 70 હજાર રૂપિયામાં આ સર્ટિફિકેટ આપે છે. માત્ર 40 દિવસમાં જ ઉમેદવારોના હાથમાં સર્ટિફિકેટ પણ આપી દે છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીના સર્ટિફિકેટનું સેટિંગ કરાવી ઉમેદવારોને આપવામાં આવે છે. એટલું જ નહીં ઊર્જા વિભાગમાં, પશુધન નિરીક્ષક 2017-18ની ભરતીમાં આવા ઉમેદવારો હાલ નોકરી કરી રહ્યા હોવાનો યુવરાજે દાવો કર્યો છે. સાથે જ આરોપ લગાવ્યો છે કે, આગામી પશુધન નિરીક્ષક, લેબ ટેક્નિશિયન અને ફાર્માસિસ્ટની ભરતી મુદ્દે એજન્ટ એક્ટીવ થયા છે અને ઉમેદવારો પાસેથી ઉઘરાણું પણ શરૂ કરી દીધુ છે.
500થી વધુ લોકોને સર્ટીફિકેટ અપાયા હોવાનો દાવો કર્યો
લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ ચલાવતા આર.એમ.પટેલ પર યુવરાજસિંહે સર્ટિફિકેટ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે અને 500થી વધુ લોકોને સર્ટિફિકેટ અપાયા હોવાનો દાવો કર્યો છે. સાથે જ આ સમગ્ર મુદ્દે યુવરાજસિંહે CBI તપાસ અને બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનારા ઉમેદવારોને નોકરી પરથી દૂર કરવાની માગણી કરી છે. અને જો આવા ઉમેદવારો વિરુદ્ધ પગલાં નહીં લેવાય તો તેમણે આંદોલનનની ચીમકી પણ ઉચ્ચારી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).