Home World યુક્રેનના 5 પરમાણુ પાવર પ્લાન્ટમાંથી રશિયાએ 2 પરમાણુ પ્લાન્ટ પર કબજો કર્યો,...

યુક્રેનના 5 પરમાણુ પાવર પ્લાન્ટમાંથી રશિયાએ 2 પરમાણુ પ્લાન્ટ પર કબજો કર્યો, ત્રીજા પર નજર

Face Of Nation 06-03-2022 :  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમરી ઝેલેન્સકીએ અમેરિકી સાંસદો સાથે વાત કરતા કહ્યું કે, રશિયાએ યુક્રેનના બે પરમાણુ પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. હવે રશિયન સેના ત્રીજા પરમાણુ પ્લાન્ટને કબજે કરવા માટે આગળ વધી રહી છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે હાલમાં યુઝ્નોક્રેઇન્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, જે માયકોલેવ પ્રદેશથી લગભગ 120 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે જે જોખમમાં છે. આ પ્લાન્ટ ગમે ત્યારે રશિયાના હાથમાં જવાનો ભય છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધને 11 દિવસ થઈ ગયા છે.
ગોળીબારના કારણે અહીં આગ લાગી હતી
રશિયાએ 3-4 માર્ચના રોજ દક્ષિણ-પૂર્વ યુક્રેનમાં ડિનીપર નદીની નજીક ઝાપોરિઝ્ઝ્યા પરમાણુ પ્લાન્ટ પર ગોળીબાર કરીને તેના પર કબજો કર્યો. ગોળીબારના કારણે અહીં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલાના પહેલા દિવસે જ રશિયન સેનાએ ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ પર કબજો કર્યો હતો. વિશ્વની સૌથી ખરાબ પરમાણુ આપત્તિ 1986 માં કિવની ઉત્તરે આવેલા ચેર્નોબિલ પ્લાન્ટમાં જોવા મળી હતી,ત્યારથી ચેર્નોબિલ સંપૂર્ણપણે ખાલી પડેલું હતું.
ત્રણ વોટર રિએક્ટર છે અને તે 2,850 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે
યુઝનુક્રેન્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુક્રેનના પાંચ પરમાણુ પાવર પ્લાન્ટમાંથી એક છે અને દેશમાં બીજા નંબરનો સૌથી મોટો પાવર પ્લાન્ટ છે. તે સધર્ન યુક્રેનિયન એનર્જી કોમ્પ્લેક્સનો એક ભાગ છે. આ ઉર્જા સંકુલમાં તાશલિક પમ્પ્ડ-સ્ટોરેજ પાવર પ્લાન્ટ અને ઓલેકસાન્ડ્રીવસ્કા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. આ પ્લાન્ટમાં ત્રણ વોટર રિએક્ટર છે અને તે 2,850 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. 2013માં અહીં મોટું અપગ્રેડ કરવામાં આવ્યું હતું. રશિયાના સતત હુમલાને કારણે પ્લાન્ટની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).