Face Of Nation 05-03-2022 : દેશ છોડીને પોલેન્ડ ભાગવાના સમાચાર વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયમાંથી જાહેર થયેલા આ વીડિયોમાં ઝેલેન્સ્કીએ યુરોપિયન લોકોને કહ્યું હતું કે જો યુક્રેનનું સમર્થન નહીં કરો તો રશિયાથી યુરોપ પણ સુરક્ષિત નહીં રહી શકે. જો આમારો દેશ આ વિનાશક પૂરમાં તણાઈ જશે તો યુરોપને પણ ભવિષ્યમાં આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એટલું જ નહીં, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) પર પણ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભડક્યા છે.
યુક્રેનમાં 15 પરમાણુ રિએક્ટર છે, જો ત્યાં પરમાણુ વિસ્ફોટ થશે તો બધું નાશ પામશે
ઝેલેન્સકીએ ઝેપોરિઝિઝ્યા પરમાણુ પ્લાન્ટ પર હુમલા બાદ રશિયા પર પરમાણુ આતંકવાદનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે મોસ્કો પરમાણુ આતંકનો આશરો લઈ રહ્યું છે અને ચેર્નોબિલ દુર્ઘટનાનું પુનરાવર્તન કરવા માગે છે. યુક્રેનમાં 15 પરમાણુ રિએક્ટર છે, જો ત્યાં પરમાણુ વિસ્ફોટ થશે તો બધું નાશ પામશે. આખું યુરોપ નષ્ટ થઈ જશે. તમને જણાવી દઈએ કે ઝેપોરિઝિઝ્યા ન્યૂક્લિયર પાવર સ્ટેશન પૃથ્વી પરનો 9મો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે.
હું મારો દેશ છોડીને નહીં ભાગુ, અહીં જ રહીશ – રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી
બીજી બાજુ, રશિયન સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુક્રેન છોડી પોલેન્ડમાં ભાગી ગયા છે. જોકે અત્યારસુધી ઝેલેન્સ્કી કે પછી યુક્રેન સરકાર તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવી શક્યું નથી કે પછી આ વાતનું ખંડન કર્યું હોય એવું પણ બન્યું નથી. જોકે આ દરમિયાન યુક્રેનની સંસદે દાવો કરતાં કહ્યું છે કે ઝેલેન્સ્કી હજુ પણ કિવમાં જ છે. વળી, રશિયન હુમલા દરમિયાન ઝેલેન્સ્કી સતત કહી રહ્યા હતા કે હું મારો દેશ છોડીને નહીં ભાગુ, અહીં જ રહીશ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).