Face Of Nation 21-03-2022 : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે મારિયુપોલમાં રશિયાની સેનાનો ઘેરાવ એક આતંક છે, જેને આવનારી સદીઓ સુધી યાદ કરવામાં આવશે. પહેલી માર્ચના રોજ રશિયન સૈનિકોએ મારિયુપોલને ઘેરી લીધું હતું. ત્યારથી શહેરની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. તો બીજીતરફ યુક્રેનનો દાવો છે કે, રશિયન હુમલામાં મારિયુપોલમાં 2,500થી વધુ નાગરિકો માર્યા ગયા છે. શહેરમાં અંદાજે 3.5 લાખ લોકો ફસાયેલા છે. તેઓ વીજળી, પાણી અને દવા જેવી આવશ્યક વસ્તુઓ વિના જીવવા માટે મજબૂર છે. ગેસ પણ ઉપલબ્ધ નથી, તેથી માઈનસ 5 ડિગ્રી તાપમાનમાં જીવ બચાવવો એ આ લોકો માટે સૌથી મોટો પડકાર છે.
યુક્રેનિયન યહૂદીઓની સુરક્ષા માટે ઇઝરાયેલને અપીલ કરી
યહૂદી મૂળના ઝેલેન્સ્કીએ ઇઝરાયેલને યુક્રેનિયન યહૂદીઓની સુરક્ષા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું, “દરેક વ્યક્તિ જાણે છે કે તમારી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શ્રેષ્ઠ છે અને તમે ચોક્કસપણે અમારા લોકોની મદદ કરશો. ઝેલેન્સ્કીની અપીલ બાદ ઈઝરાયલના વિદેશ મંત્રી યાઈર લેપિડે કહ્યું કે અમે યુક્રેનને બને તેટલી મદદ કરીશું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).