Face Of Nation 13-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 17 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે ઈઝરાયલના શહેર જેરુસલેમમાં વાતચીત કરવા માટે તૈયાર છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે આ વાતચીત માટે ઈઝરાયલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે મધ્યસ્થતા કરવી જોઈએ. બેનેટે કેટલાક દિવસ અગાઉ મોસ્કોનો પ્રવાસ કર્યો હતો. તે સમયે તેમણે બન્ને દેશ વચ્ચે મધ્યસ્થા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં 25 લાખ લોકોએ દેશ છોડી દીધો છે, જેથી બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપમાં શરણાર્થીઓનું સૌથી મોટું સંકટ સર્જાયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized નવી ચાલ કે પછી હાર સ્વીકારી ! યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું-પુતિન જેરુસલેમમાં...