Face Of Nation 17-04-2022 : વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ફોન પર વાતચીત કરી હતી. ઝેલેન્સ્કીએ બાઈડેનને રશિયાને આતંકવાદને સ્પોન્સર કરનારો દેશ જાહેર કરવાની અપીલ કરી હતી. જો કે, બાઈડને આ અંગે કોઈ ખાતરી આપી ન હતી. તો બીજીતરફ મોસ્કોએ કહ્યું હતું કે, રશિયામાં રહેલા યુરોપીય સંઘનાં મિશનોના 18 સભ્ય તાત્કાલિક દેશ છોડી દે. રશિયાએ આ નિર્ણય યુરોપિયન યુનિયન તરફથી 19 રશિયન રાજદ્વારીઓને બેલ્જિયમથી બહાર જવા આદેશ આપ્યા બાદ કરવામાં આવ્યો છે.
2022ના અંત સુધી યુદ્ધ ચાલી શકે છે : એન્ટી બ્લિંકન
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે, અમેરિકાનું માનવું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ 2022ના અંત સુધી ચાલી શકે છે. CAN દ્વારા બે યુરોપિયન અધિકારીઓને ટાંકીને આ વાત કહેવામાં આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 50થી વધુ દિવસોનો સમય પસાર થઈ ચૂક્યો છે. રશિયા તરફથી જે સંકેત મળી રહ્યા છે એ વિશ્વ ખૂબ ભયાજનક સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું હોય એવું જણાય છે. રશિયાની સરકારી ટીવી ચેનલે કહ્યું છે કે યુક્રેન યુદ્ધમાં રશિયાનું જે વોરશિપ ડૂબ્યું છે એનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે.
રશિયાએ યુક્રેનના મિલિટરી બેઝનો નાશ કર્યો
વોરશિપ ડૂબ્યા બાદ યુક્રેને દાવો કર્યો હતો કે આ યુદ્ધ જહાજને એના દ્વારા ડુબાડવામાં આવ્યું છે. આ દાવા અંગે રશિયાના સરકારી ટીવી ચેનલ રશિયા-1ની પ્રેઝન્ટર ઓલ્ગા કાર્બેયેવાએ પોતાના પ્રોગ્રામમાં કહ્યું- યુક્રેનના દાવાને ખરો માનવામાં આવે તો એમ કહી શકાય છે કે આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. અમે નાટોની સામે લડી રહ્યા છીએ. મસ્કવા પરનો હુમલો પ્રત્યક્ષ રીતે રશિયા પર હુમલો છે. બીજી બાજુ, રશિયા તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જહાજ કોઈ હુમલામાં ડૂબ્યું નથી, પણ ટેક્નિકલ ખામી બાદ એમાં આગ લાગી હતી. રશિયાએ યુક્રેનના મિલિટરી બેઝનો નાશ કર્યો છે.
સ્કોટલેન્ડના મંત્રીએ કહ્યું- પુતિન યુદ્ધ ગુનેગાર
રશિયાના વિદેશ મંત્રી દ્વારા શનિવારે કરવામાં આવેલી જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા સ્કોટલેન્ડના મંત્રી નિકોલા સ્ટર્જને કહ્યું છે કે પુતિન યુદ્ધ ગુનેગાર છે અને તેમની તથા તેમના શાસનની ટીકા કરતાં ડરીશ નહીં. સ્કોટલેન્ડે રશિયાને અલગ-થલગ કરવા તથા દંડિત કરવા માટે સૌથી મજબૂત કાર્યવાહી કરવા અને યુક્રેનના લોકોનું સમર્થન કરવા માટે શક્ય તમામ પ્રયત્નની ખાતરી આપી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).