https://youtu.be/mdZX1Ym0180
Face Of Nation 10-03-2022 : ‘અમે હાર નહીં માનીએ અને હારીશું પણ નહીં. અમે છેલ્લાં શ્વાસ સુધી લડીશું, સમુદ્રમાં, હવામાં… અમે અમારી જમીન માટે લડતા રહીશું. ભલે તેની ગમે તેવી કિંમત ચુકવવાનો વારો આવે પણ અમે જંગલોમાં, ખેતરોમાં, કિનારે અને રસ્તાઓ પર લડીશું….’ હકીકતમાં, બ્રિટનના પ્રધાનમંત્રી વિંસ્ટન ચર્ચિલે નીચલા ગૃહ ‘હાઉસ ઑફ કૉમન્સ’ માં તે સમયે આ વાત કહી હતી કે જ્યારે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1940માં બ્રિટિશ સેનાએ નાઝી જર્મન હુમલાના કારણે ફ્રાન્સમાંથી પીછેહટ કરવાની ફરજ પડી હતી. ચર્ચિલના પ્રભાવશાળી ભાષણ બાદ જે બન્યું તે ઇતિહાસ છે.
છેલ્લાં શ્વાસ સુધી લડશે, તેઓ હાર નહીં માને : યુક્રેનના રાષ્ટ્રપતિ
ત્યારે હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ પણ નીચલા ગૃહ ‘હાઉસ ઓફ કોમન્સ’ માં ચર્ચિલના ભાષણની આ પંક્તિઓનું પુનરાવર્તન કરતા કહ્યું કે, તેઓ છેલ્લાં શ્વાસ સુધી લડશે, તેઓ હાર નહીં માને. તેમના આ ઐતિહાસિક ભાષણ બાદ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. એ સમયે બ્રિટિશ સંસદ યુક્રેનના રાષ્ટ્રપતિને સ્ટેન્ડિંગ ઓવેશન આપતી જોવા મળે છે. તમને જણાવી દઇએ કે, ઝેલેન્સ્કી યુક્રેનમાં રશિયાના યુદ્ધને રોકવા માટે શક્ય એટલાં તમામ પ્રયાસો કરી રહ્યાં છે.
કૃપા કરીને રશિયાને આતંકવાદી દેશ તરીકે જાહેર કરો : ઝેલેન્સ્કી
બ્રિટિશ સંસદમાં તેમના ભાષણ દરમિયાન ચર્ચિલના પ્રખ્યાત ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ‘અમે પશ્ચિમી દેશોને મદદ કરવા માટે તમારી મદદ ઈચ્છીએ છીએ. અમે આ મદદ માટે આભારી છીએ અને બોરિસ, હું તમારો આભારી છું.” યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘કૃપા કરીને આ દેશ (રશિયા) વિરુદ્ધ પ્રતિબંધો વધારશો અને આ દેશને આતંકવાદી દેશ તરીકે જાહેર કરો. કૃપા કરીને ખાતરી આપો કે, અમારા યુક્રેનનું આકાશ સુરક્ષિત રહે.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).