Face Of Nation 03-03-2022 : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ ગુરુવારે કહ્યું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સીધી વાતચીત કરવા માંગે છે. યુદ્ધને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ગુરુવારે ખાર્કિવમાં તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક ઓનલાઈન ફોર્મ ભરવાની સલાહ આપી છે. આ સુચના એવા સમયે આવી છે જ્યારે પૂર્વી યુક્રેનિયન શહેર પર રશિયન હુમલા તેજ થઈ રહ્યા છે.
યુક્રેનનો દાવો- રશિયાના 30 ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યા
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે કિવથી 40 કિમી દૂર એક રશિયન સુખોઈ-30 વિમાનને તોડી પાડ્યું હતું. આના પરથી એ જણાવાયું છે કે, યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ હજી કામ કરી રહી છે. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા 30 રશિયન ફાઈટર જેટ, 20 હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા છે.
USની ચેતવણી- આગામી સમયમાં યુદ્ધ ગંભીર થઈ શકે છે
જો ખેરસોન સંપૂર્ણ રશિયન નિયંત્રણ હેઠળ છે, તો એ યુક્રેન માટે ખરાબ સમાચાર છે. ઉલ્લેખનીય છે કે યુક્રેનનું મુખ્ય બંદર એવું ઓડેસા પર હવે પુતિનની સેના હુમલો કરી શકે છે. વળી, આ અંગે US આર્મીએ પણ ચેતવણી આપી છે કે સમુદ્ર માર્ગથી રશિયન આર્મી અહીં હુમલો કરી શકે છે. આગામી સમયમાં અહીં મોટે પાયે યુદ્ધ થવાનાં એંધાણ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).