Home Uncategorized ‘NATO’ સ્પષ્ટ કરે કે યુક્રેનને પોતાની સાથે સામેલ કરશે કે નહીં; સત્ય...

‘NATO’ સ્પષ્ટ કરે કે યુક્રેનને પોતાની સાથે સામેલ કરશે કે નહીં; સત્ય એ છે કે તેઓ રશિયાથી ડરે છે : યુક્રેનના રાષ્ટ્રપતિ

Face Of Nation 22-03-2022 : રશિયા યુક્રેન યુદ્ધનો આજે 27મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ NATOને સ્પષ્ટ અંદાજમાં સવાલ પૂછ્યો છે કે, NATO સ્પષ્ટ કરે કે અમને પોતાની સાથે સામેલ કરશે કે નહીં; સત્ય એ છે કે તેઓ રશિયાથી ડરે છે. જ્યારે યુક્રેનના વિદેશ મંત્રાલયે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ડોનબાસના ડોનેત્સ્ક અને લુહાન્સ્કથી લગભગ 2500 યુક્રેની બાળકોને કિડનેપ કરીને રશિયા મોકલવાનો આરોપ લગાવ્યો છે. બીજીતરફ, યુક્રેન યુદ્ધના કારણે યુરોપમાં શરણાર્થી સંકટ સતત ઘેરું બનતું જાય છે. જર્મન વિદેશમંત્રીએ યુરોપિયન યુનિયનને 80 લાખ યુક્રેની શરણાર્થીઓ માટે તૈયાર રહેવા કહ્યું છે. UNHRCના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોને દેશની અંદર અને બહાર શરણાર્થી તરીકે શિફ્ટ કરવામાં આવ્યા છે.
રશિયાએ બાઈડન અંગે આકરી ટીપ્પણી કરી
રશિયાએ અમેરિકાના રાજદૂતને કહ્યું કે US રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અંગે જે ટીપ્પણી કરવામાં આવી છે તેને લીધે બન્ને દેશ વચ્ચેના સંબંધો તૂટી જવા નજીક પહોંચી ગયા છે. રશિયાએ અમેરિકાના રાજદૂતને સમન પાઠવી આ અંગે ફરિયાદ નોંધાવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).