Home Uncategorized ઝેલેન્સ્કીએ હોસ્પિટલ પહોંચીને ઘાયલ સૈનિકોનું સન્માન કર્યું અને ડોકટરોનો આભાર માન્યો, જુઓ...

ઝેલેન્સ્કીએ હોસ્પિટલ પહોંચીને ઘાયલ સૈનિકોનું સન્માન કર્યું અને ડોકટરોનો આભાર માન્યો, જુઓ Video

https://youtu.be/wvcXVrOGZjs

Face Of Nation 14-03-2022 : રશિયન હુમલાની ગતિ અટકી નથી પરંતુ વધી છે. રશિયા કિવ સહિત અનેક શહેરો પર સતત હુમલા કરી રહ્યું છે. યુક્રેન પણ રશિયન ટેન્કોનો નાશ કરવાનો દાવો કરી રહ્યું છે. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કિવની એક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઝેલેન્સ્કીએ સૈનિકોનું સન્માન કર્યું હતું, તેમની સાથે વાત કરી.રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ હોસ્પિટલમાં ઘાયલ યુક્રેનના ડિફેન્ડર્સ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે ટ્વીટ કર્યું- “મિત્રો, જલ્દી સ્વસ્થ થઈ જાઓ. ઝેલેન્સ્કીએ હોસ્પિટલમાં ઘાયલ સૈનિકો સાથે સેલ્ફી લીધી હતી. ઝેલેન્સ્કીએ 106 જેટલાં સૈનિકોને યુક્રેનના હીરોઝનો પુરસ્કાર પણ આપ્યો હતો.
યુક્રેનના ડોકટરોનો આભાર માન્યો
ઝેલેન્સ્કીએ કહ્યું કે, યુક્રેનના ડોકટરો તેમનો (રશિયનોનો) જીવ બચાવી રહ્યા છે. અને તે સમજી શકાય તેવું છે. કારણ કે તેઓ માણસો છે, પ્રાણીઓ નથી. હું કિવ, વિન્નિત્સિયા, લીવ,ચેર્નિહીવ, ડોનબાસ, ખાર્કિવ, મેલિટોપોલ, મેરીયુપોલમાં કામ કરતા તમામ ડોકટરો અને નર્સોનો આભાર માનું છું. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે બલ્ગેરિયા, સ્લોવાકિયા, ચેક રિપબ્લિક, રોમાનિયા, પોલેન્ડ અને બ્રિટન સાથે મહત્વની આંતરરાષ્ટ્રીય વાતચીત થઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).