Home Uncategorized કેરલ બાદ હવે ઉત્તર પ્રદેશમાં Zika Virusના પ્રથમ કેસની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ

કેરલ બાદ હવે ઉત્તર પ્રદેશમાં Zika Virusના પ્રથમ કેસની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ

Face Of Nation, 24-10-2021: કેરળ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ ઝીકા વાયરસે દસ્તક દઇ દીધી છે. કાનપુરમાં ઝીકા વાયરસનો એક દર્દી સામે આવ્યો છે. માહિતી મળ્યા બાદ હાલમાં આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે. દર્દી અને તેની નજીકના 22 લોકો તેમજ તેની સારવાર કરતા સ્ટાફને પણ હાલ અલગ રાખવામાં આવ્યાં છે. આ તમામના નમૂનાઓ પણ તપાસ માટે KGMU લખનઉ મોકલવામાં આવ્યાં છે.

57 વર્ષીય એમએમ અલી એરફોર્સના કર્મચારી છે. 19 ઓક્ટોબરના રોજ તેને ડેન્ગ્યુ, તાવના લક્ષણો જણાયા બાદ તેઓને સેવન એરફોર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. પરંતુ જ્યારે સ્થિતિમાં સુધારો ન થયો, ત્યારે તેમના ટેસ્ટ માટે સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજી પુણે ખાતે મોકલવામાં આવ્યાં હતાં. અહીં તપાસ કર્યા બાદ શનિવારે મોડી રાત્રે એવું જાણવા મળ્યું કે દર્દી ઝીકા પોઝિટિવ છે. ઝીકા વાયરસની પુષ્ટિ થયા બાદ દિલ્હીના નિષ્ણાંતોની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી. આ સાથે જ દર્દીના સંપર્કમાં આવેલા લોકોના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યાં. હાલમાં, ઝીકા ચેપને રોકવા માટે 10 ટીમોની રચના પણ કરવામાં આવી છે.

બીજી તરફ કાનપુરના ડીએમ વિશાખ જીએ એરફોર્સ હોસ્પિટલ, જીએસવીએમ મેડિકલ કોલેજ, ઉર્સલા, ડફરીન, કાંશીરામ હોસ્પિટલના આરોગ્ય નિષ્ણાંતોની બેઠક પણ બોલાવી હતી. વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ટીમે દર્દીને લગતા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને રોગને અટકાવવા જરૂરી પગલાં પણ લેવાયાં. ડીએમએ મ્યુનિસિપલ ટીમને ફોગિંગ અને મચ્છર ભગાડનાર દવાનો છંટકાવ કરવાની પણ સૂચના આપી. તેઓએ જણાવ્યું કે, દર્દીમાં ઝીકાની પુષ્ટિ થઈ છે. ઉત્તરપ્રદેશમાં આ પ્રથમ કેસ છે. તેઓએ કહ્યું કે, નિવારક પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેનો વાયરસ કોરોનાની જેમ ફેલાતો નથી. તે ડેન્ગ્યુ જેવાં વેક્ટર દ્વારા જન્મેલો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)