Face Of Nation 08-04-2022 : વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે એક તરફ પાટીદાર આગેવાન નરેશ પટેલને રાજકારણમાં લાવી પોતાની પાર્ટીમાં જોડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવતા BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાના સમર્થન માટે કોંગ્રસ અને આપ બંધ બારણે ખેલ પાડી રહી છે.નરેશ પટેલની જેમ વધુ એક દિગ્ગજ નેતાનું અંડર ટેબલ ઓપરેશન થઈ રહ્યું છે. ગુજરાતના મોટા આદિવાસી નેતા અને BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવા અરવિંદ કેજરીવાલને મળ્યા છે.
BTPના છોટુ વાસવાએ કેજરીવાલ સાથે કરી બેઠક
ગુજરાતના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે. BTPના છોટુ વસાવાએ અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે. આ બેઠકને વિશેષજ્ઞો અલગ રીતે જોઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને BTP ગઠબંધન થવા જઈ રહ્યું હોવાની વાતો પણ વહેતી થઈ છે.જેનો સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડે તેમ છે. તો બીજીતરફ માર્ચ મહિનામ જ દિગ્ગજ આદિવાસી નેતાને પોતાની પાર્ટીમાં સત્કારવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નેતાનો સંપર્ક કર્યો હતો.BTP પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ બંધ બારણે બેઠક યોજી હતી.
છોટુ વસાવા માટે AAPમાં લાલ જાજમ તૈયાર : ઈસુદાન ગઢવી
BTP પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાને AAP ના નેતા અને રણનીતિકારોને પણ મળ્યા હતા. અને અંદરખાને મોટી બેઠક પણ કરી હતી. તે મુલાકાત વખતે AAPના નેતા ઈસુદાન ગઢવીના નિવેદન મુજબ અમારી છોટુભાઈ વસાવા સાથે બેઠક થઇ છે અને AAPમાં લાલ જાજમ તૈયાર હોવાની પણ વાત તેઓ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).