https://youtu.be/ekTibbj3V9k
Face Of Nation 19-03-2022 : અમરેલી જિલ્લાના ખાંભાના લાપાળા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. મોડી રાત્રે લાગેલી આગ જંગલ વિસ્તારમાં ફેલાવાની તૈયારીમાં છે. જેના પગલે વન વિભાગ દોડતુ થયુ છે. આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધારી વનવિભાગને સૂચના આપી દેવામાં આવી છે, આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સિંહોના રહેઠાણ પાસે આગ લાગતા વનવિભાગ એલર્ટ
અમરેલી જિલ્લામાં સિંહોનું ઘર એવા મિતિયાલા અભ્યારણ્યની બોર્ડર નજીક ખાંભાના લાપાળા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. જંગલમાં મોડી રાત્રે લાગેલી આગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. લાપાળા ડુંગર વિસ્તારમાં લાગેલી આ આગ 300 વિઘા જેટલા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. ધીરે ધીરે પવનની સાથે આગ પણ ફેલાઈ રહી છે. સિંહોના રહેઠાણ નજીક જ આગ લાગતા વનવિભાગ પણ એલર્ટ બન્યું છે અને આગ વધુ પ્રસરે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે.
હાલમાં આગ ભાડ ગામ સુધી પહોંચી ગઇ
હાલ પ્રશાસન દ્વારા આગ પર પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં આગ ભાડ ગામ સુધી પહોંચી ગઇ છે. આગ મીતીયાળા જંગલમા ન પ્રવેશે તે માટે સ્થાનીક રેન્જને સૂચના આપી દેવામાં આવી છે. જો આગ અભ્યારણ્યમાં પ્રવેશશે તો પશુ-પક્ષીઓને મોટુ નુકસાન થવાની શક્યતા છે. મહત્વનું છે કે અમરેલીમાં દર ઊનાળામાં ડુંગરના જંગલ વિસ્તારોમાં આગ લાગતી હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).