Face Of Nation 02-05-2022 : કેનેડાના મરખમમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાંથી વર્ચ્યુઅલી આ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. મરખમના સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્ર (SMCC) ખાતે પ્રતિમાનું ઉદઘાટન કર્યાં બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપણા સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત કરવા ઉપરાંત બન્ને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક પણ બનશે.
કેનેડામાં પ્રથમ વખત સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરાઈ
આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર કર્યું હતું કે આજે હું મારખામમાં પટેલની પ્રતિમાનું અનાવરણ કરવા પ્રસંગે મારા વિચારો શેર કરીશ. તેમણે વધુમાં કહ્યું કે સનાતન સંસ્થાની આ પહેલ પ્રશંસનીય છે અને તે ભારત તથા કેનેડા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ખૂબ જ મજબૂત બનાવશે. SMCCએ જણાવ્યું કે કેનેડામાં પ્રથમ વખત સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત આ પ્રતિમા જ્યાં સ્થાપિત કરવામાં આવી રહી છે તે વિસ્તાર હવે સરદાર ચોક તરીકે ઓળખાશે.
ભારતીયો વિશ્વમાં ગમે ત્યા રહે પણ તેમની ભારતીયતા ઓછી હોતી નથી
પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફથે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે એક ભારતીય વિશ્વમાં ગમે ત્યાં રહે, ગમે એટલી પેઢીઓથી રહેતા હોય, તેમની ભારતીયતા, તેમની ભારત પ્રત્યેની નિષ્ઠા બિલકુલ ઓછી થતી નથી. આ ભારતીયો જે પણ દેશમાં રહે પણ સંપૂર્ણ લગન અને ઈમાનદારીથી તે દેશની સેવા પણ કરે છે. તો બીજીતરફ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ની વાત કરે છે. ભારત અન્યના નુકસાનની કિંમત પર પોતાના કલ્યાણનું સ્વપ્ન જોતું નથી. ભારત સમગ્ર માનવતા અને તેની સાથે સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરે છે. આજે જ્યારે આપણે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને આગળ ધપાવીએ છીએ, ત્યારે આપણે વિશ્વ માટે પ્રગતિની નવી શક્યતાઓ ખોલવાની વાત કરીએ છીએ. આજે જ્યારે આપણે યોગના પ્રસાર માટે પ્રયત્નશીલ છીએ ત્યારે આપણે વિશ્વના દરેક વ્યક્તિને ‘સર્વે સંતુ નિરામ’ની શુભેચ્છા પાઠવીએ છીએ.
આ પ્રતિમાની વિશેષતા, સનાતન મંદિર સંસ્થા શું છે?
આ પ્રતિમાની ઉંચાઈ 9 ફૂટ છે અને તેને ફક્ત 3 મહિનાના અતી ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમા નરેશ કુમાવત દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આશરે 500 વર્ષ સુધી આ પ્રતિમાને કંઈ જ થશે નહીં, જે પંચ ધાતુમાંથી વ્યાપક સંશોધન બાદ તૈયાર કરવામાં આવી છે.તો બીજીતરફ 1985માં સ્થપાયેલી આ સંસ્થા ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં કાર્યરત છે. આ પ્રોજેક્ટની ટોરોન્ટોના ગુજરાત સમાજ દ્વારા શરૂ કરવામાં આવી હતી.આ સંસ્થા શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કામ કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home World કેનેડામાં પટેલ ચોક; પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલી કર્યું ઉદઘાટન, કહ્યું- ‘ભારતીયો વિશ્વમાં ગમે...