Face Of Nation 21-04-2022 : બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી. ગાંધી આશ્રમ તરફથી તેમની મુલાકાત દરમિયાન ત્રણ ભેટ આપવામાં આવી છે, જે પૈકી 2 પુસ્તક અને એક ચરખાનો સમાવેશ થાય છે. આ બે પુસ્તક પૈકી એક પુસ્તકનું નામ ‘ગાઈડ ટુ લંડન’ છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે ગાંધીજી દ્વારા લેખિત આ પુસ્તક પ્રકાશિત થયું ન હતું, પરંતુ બ્રિટનના પ્રધાનમંત્રી ગાંધી આશ્રમ મુલાકાતે હતા, જેથી વિશેષ રીતે આ પુસ્તક ભેટ તરીકે આપવામાં આવ્યું છે.
ગાંધીજીએ લખેલું પુસ્તક વાંચશે બોરિસ જોનસન
બોરિસ જોનસનને ગાંધી આશ્રમ મુલાકાત દરમિયાન તેમના જ દેશમાં એટલે કે લંડનમાં કઈ રીતે રહી શકાય અને ત્યાંની લાઈફસ્ટાઈલ અંગે જાણકારી આપતું પુસ્તક, ‘ગાઈડ ટુ લંડન’ ભેટ તરીકે આપવામાં આવ્યું છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે ગાંધીજીએ આ પુસ્તક લખ્યું હતું, પરંતુ એ પ્રકાશિત થયું ન હતું. આ પુસ્તકમાં ગાંધીજીએ લંડનમાં પોતે અનુભવેલા અનુભવ અંગેનો ઉલ્લેખ કરેલો છે. મૂળ રીતે ગાંધીજીએ આ પુસ્તક લંડનમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને, ત્યાંની જીવનશૈલીથી વાકેફ કરવા માટે પુસ્તક લખ્યું હતું. ત્યાં કેવી રીતે રહી શકાય, રહેણીકરણી અંગેની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં ગાંધીજીએ લખી હતી.
‘મીરાબાઈની આત્મકથા’ ભેટમાં અપાઈ
આ સિવાય ગાંધીજીએ લખેલું ‘મીરાબાઈની આત્મકથા’ પુસ્તક પણ આપવામાં આવ્યું. મીરાબાઈ કે જેમનું મૂળ નામ ‘મેડલીન સ્લેડ’ હતું. તેઓ બ્રિટિશ નેવી એડમિરલનાં પુત્રી હતાં. લંડનમાં તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યાં હતાં અને ગાંધીજીથી પ્રેરાઇને તેમણે પણ આશ્રમ જીવન ગાળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ બાદ ગાંધીજીના સાબરમતી આશ્રમમાં મીરાબાઈ આવ્યાં હતાં. આજે પણ સાબરમતી આશ્રમ પરિસરમાં એ જગ્યા છે, જ્યાં મીરાબાઈ પાંચ વર્ષ રોકાયાં હતાં. બોરિસ જોનસને આ સ્થળની પણ મુલાકાત લીધી, સાથે જ તેમણે મીરાબાઈ તથા ગાંધી આશ્રમના સંબંધ અંગેનો ઉલ્લેખ કર્યો હતો અને મીરાબાઈ જ્યાં રોકાયાં એ સ્થળ જોઈ ખુશી વ્યક્ત કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).