Home News ગ્વાલિયર: બોયફ્રેન્ડની સગાઈથી યુવતી હતી નારાજ; પેટ્રોલની બોટલ લઈને પહોંચી પ્રેમીના ઘરે,...

ગ્વાલિયર: બોયફ્રેન્ડની સગાઈથી યુવતી હતી નારાજ; પેટ્રોલની બોટલ લઈને પહોંચી પ્રેમીના ઘરે, પોતાના પર પેટ્રોલ નાખીને કર્યો ‘આત્મદાહ’નો પ્રયાસ!

Face Of Nation 30-04-2022 : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રુંવાડા ઊભા કરી દેતો સુસાઈડનો એક કેસ સામે આવ્યો છે. અહીં બોયફ્રેન્ડથી નારાજ ગર્લફ્રેન્ડે પોતાના પર પેટ્રોલ નાખીને આત્મદાહનો પ્રયાસ કર્યો. 44 ડિગ્રી ટેમ્પરેચરમાં શરીરમાં આગ લાગતા યુવતી રસ્તા પર દોડી અને પડી ગઈ. ઘણી વાર સુધી તે સળગતી રહી. આજુબાજુના લોકોએ તેના પર પાણી નાખ્યું અને આગ ઠારીને તેને હોસ્પિટલ પહોંચાડી, જ્યાં તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. મળતી માહિતી મુજબ યુવતી 90% જેટલી દાજી ગઈ છે. ઘટના શુક્રવાર બપોરની સીપી કોલોની SLP કોલેજ સામેની છે.
બંનેએ લગ્ન-જીવનભર સાથે રહેવાના વચન આપ્યા
પિન્ટો પાર્ક નજીક સૈનિક કોલોનીમાં રહેતા સત્યેન્દ્ર સિંહ ચોહાણ સરકારી ટીચર છે. તેમની દીકરી સૃષ્ટિ ચૌહાણ (21) મુરાર સ્થિત વિજયરાજે સિંધિયા ગર્લ્સ કોલેજમાં BScના થર્ડ યરમાં ભણે છે. જાણકારી મુજબ તેની SLP કોલેજમાં ભણતા આશીષ પાઠક સાથે મિત્રતા હતી. બંને ઘણાં સયમથી એકબીજા સાથે સમય પસાર કરતા હતા. બંનેએ લગ્ન કરવાનો અને જીવનભર સાથે રહેવાના વચન આપ્યા હતા.
3 દિવસ પહેલા જ બોયફ્રેન્ડની સગાઈ થઈ હતી
વિદ્યાર્થિનીના પિતા સત્યેન્દ્રએ કહ્યું કે, દીકરીએ 10 દિવસ પહેલા આશીષ અંગે જણાવ્યું હતું. સાથે જ લગ્ન કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. એક દિવસ પહેલા હું આશીષના ઘરે પહોંચ્યો તો ખ્યાલ પડ્યો કે તેની ત્રણ દિવસ પહેલા જ સગાઈ થઈ છે. તેના પરિવારના લોકોએ એમ પણ જણાવ્યું કે આ સગાઈ યુવકની મરજીથી જ થઈ છે. આ વાત સત્યેન્દ્રએ પોતાની દીકરીને જણાવી. જેને લઈને તે ઘણી જ ગુસ્સે થઈ ગઈ. ત્રણ દિવસ પહેલા યુવકે દીકરીને મળવા પણ બોલાવી હતી. ત્યારે બંને વચ્ચે ઉગ્ર દલીલ પણ થઈ હતી. બપોરે પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો ત્યારે આ ઘટનાની જાણ થઈ.
CCTV ફૂટેજમાં જોવા મળી વિદ્યાર્થિની
ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં વિદ્યાર્થિની હાથમાં પેટ્રોલની બોટલ લઈને જતાં દેખાય છે. જે બાદ કોલેજની સામે પણ આગની જ્વાળા વચ્ચે ઘેરાયેલી યુવતી જોવા મળે છે. લોકોએ આગ ઠારવાનો પ્રયાસ કરે છે. SP રાજેશ દંડૌતિયાનું કહેવું છે કે એક વિદ્યાર્થિનીએ પોતાના પર પેટ્રોલ નાખીને આગ લગાવી છે. વિદ્યાર્થિની સ્થિતિ ગંભીર છે. યુવતી તેના પ્રેમીની સગાઈના કારણે નારાજ હતી.
પેટ્રોલ લઈને પહોંચી પ્રેમીના ઘરે
શુક્રવારે બપોરે તે બે લીટરની બોટલમાં પેટ્રોલ લઈને પ્રેમીના ઘરે પહોંચી. સૃષ્ટિએ આશીષને બહાર બોલાવ્યો, પરંતુ તે ન આવ્યો. જે બાદ તે ગુસ્સે થઈ ગઈ. ઘરથી લગભગ 200 મીટર દૂર SLP કોલેજમાં અંદર ગઈ. જ્યાં પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી. આગ લાગતા જ તે કોલેજના બે નંબરના ગેટની બહાર રસ્તા તરફ દોડી અને ત્યાં પડી ગઈ. આગની જ્વાળા વચ્ચે ઘેરાયેલી યુવતીને જોતાં જ આજુબાજુના લોકોએ તેના પર પાણી નાખ્યું. સાથે જ હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસને પણ જાણ કરી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).