Home Sports પાંચમી T20 વરસાદના કારણે રદ, ભારત-દ.આફ્રિકા વચ્ચેની સિરીઝ 2-2ની બરાબરી પર થઈ...

પાંચમી T20 વરસાદના કારણે રદ, ભારત-દ.આફ્રિકા વચ્ચેની સિરીઝ 2-2ની બરાબરી પર થઈ સમાપ્ત, આફ્રિકા ક્યારેય ભારતમાં T20 સિરીઝ નથી હાર્યું!

Face Of Nation 19-06-2022 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રવિવારે આયોજિત પાંચમી અને છેલ્લી T20 મેચ રદ્દ કરવામાં આવી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચનો કટ-ઓફ સમય 10 વાગ્યા અને 2 મિનિટનો હતો, પરંતુ ત્યાં સુધી વરસાદ રોકાયો ન હતો અને મેચ રદ કરવામાં આવી હતી. ભારતીય ટીમનો સ્કોર 3.3 ઓવરમાં 28/2 રહ્યો હતો. ભારત તરફથી રિષભ પંત અને શ્રેયસ અય્યર અણનમ રહ્યા હતા.
ભારતીય ટીમ પાસે ઈતિહાસ રચવાની તક હતી
ભારત આ સિરીઝના પાંચેય ટોસ હારી ગયું છે. તો બીજી બાજુ દ.આફ્રિકાના કેપ્ટન તેમ્બા બઉમા ઈન્જરીના કારણે આ મેચમાં રમી રહ્યો નથી, તેના સ્થાને ટીમે કેશવ મહારાજને કેપ્ટનશિપ સોંપી દીધી છે. આજે ભારતીય ટીમ પાસે ઈતિહાસ રચવાની તક હતી. આજ સુધી ભારતીય ટીમ આફ્રિકાને દેશમાં T20 શ્રેણીમાં હરાવી શકી નથી.
ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની સુવર્ણ તક
સાઉથ આફ્રિકા પ્રથમ વખત ટી20 સિરીઝ રમવા માટે વર્ષ 2015-16માં ભારત આવ્યું હતું. 3 મેચની આ શ્રેણીમાં ભારતને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી T20 મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આ શ્રેણીમાં ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. ત્યારપછી દક્ષિણ આફ્રિકાની ટીમ 2019-20માં T20 શ્રેણી રમવા માટે ભારત આવી હતી. આ શ્રેણીમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હતો. 3 મેચની સીરીઝ 1-1થી બરાબર રહી હતી અને આ સીરીઝમાં પણ એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. હવે આજે ટીમ ઈન્ડિયા માટે પ્રથમ વખત કેપ્ટનશિપ કરી રહેલા રિષભ પંત પાસે મેચ જીતવાની સાથે સાથે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની સુવર્ણ તક છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).