નાણાંમંત્રી નિર્માણ સીતારામને વચગાળાનું બજેટ જાહેર કર્યું છે . જે બજેટ ને લઇ ને ઘણા રાજકીય નેતા ઓ તે વિશે પ્રત્રિક્રિયા આપી રહ્યા છે. જેમાં કડી માં સી એમ ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું કે પી એમ નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેટળ નાણાંમંત્રી નિર્માણ સીતારામને રજુ કરેલ આ બજેટ કેન્દ્રીય બજેટ 2024-25 ભારત ના કરોડો નાગરિકો નું સપનું પૂરું કરનાર બની રહેશે.
જેમાં દરેક વર્ગ ના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનાર સાબિત થશે . લોક સભામાં રજુ થયેલ આ વચગાળાનું બજેટ દરેક સમાજના દરેક વર્ગના લોકો ની જરૂરિયાત ને ખ્યાલ માં રાખી ને આ બજેટ બનાવવામાં આવ્યું . વડાપ્રધાનના વિકસિત ભારત 2047 ને વેગ આપી તકો પણ આપનાર છે તેમ તેમને જણાવ્યું છે.મુખ્યમંત્રી કેન્દ્રીય બજેટ ને આવકારતા પોતાની પ્રતિક્રિયામાં તેમને જણાવ્યું હતું કે આ બજેટ માં જાહેર કરાયેલ રૂરલ હાઉસિંગમાં 2 કરોડ નવા ઘરના લક્ષયાંક માં અને સાથે સાથે સોલાર રૂફ ટોપની નવી યોજનાથી 1 કરોડ જેટલા ઘરો ને આવરી લેવાની યોજનાથી ગુજરાત રાજ્યને ઘાટો ફયદો થશે તેમ તેમને જણાવ્યું હતું. આ બજેટ માં સમાજના ચાર પાયા ગણાતા એવા નારી શક્તિ, યુવા શક્તિ ખેડૂત અને ગરીબ વર્ગના વિકાસ ને વેગ આપતું આ બજેટ છે. આયુષ્યમાન ભારત ,આશા વર્કર આંગણવાડીની યોજનાને આવરી લેવા થી આ વર્ગના લોકોમાં ખુબ આનંદ જોવા મળી રહ્યો છે તેમ તેમને જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેટળ દેશમાં વોર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણનો એક નવો યુગ ચાલુ થયો જેમાં આ વિષે નાણાકીય ફાળવણી વધારી ને રૂપિયા 11.11 લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય ઘણી સુવિધાઓમાં તેજી આવશે.
ભુપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે બજેટ ની આ યોજના થી ગુજરાત ને થશે ફાયદો..!
ભુપેન્દ્ર પટેલે વધુ માં જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો સીતારામનનો નિર્ણય આવકારદાયક છે. આવું પ્રગતિશીલ રાષ્ટ્ર બનાવવાના પથ પર આ બજેટ આપવા માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને નાણાંમંત્રી નિર્માણ સીતારામનને કેન્દ્ર સરકારે હાર્દિક હાર્દિક અભિનંદન આપ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).