Home Religion બનાસકાંઠા: “ટ્રિપલ તલાક”ના કાયદા બાદ પ્રથમ સજા, પાલનપુર કોર્ટે આરોપીને 1 વર્ષની...

બનાસકાંઠા: “ટ્રિપલ તલાક”ના કાયદા બાદ પ્રથમ સજા, પાલનપુર કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ, આરોપી કલાસ 1 અધિકારી અને 5,000નો ફટકાર્યો દંડ!

Face Of Nation 04-05-2022 : બનાસકાંઠા જિલ્લામાં ટ્રિપલ તલાક મામલે એક અધિકારીને પાલનપુરની કોર્ટે એક વર્ષની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. એક પુત્રીની માતાને તરછોડી ત્રણ વાર તલાક કહી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર ક્લાસ વન અધિકારીને કોર્ટે સજા ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો. કોર્ટે આરોપીને સજાની સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ટ્રિપલ તલાકના કેસમાં સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કેસ છે.
ઓફિસમાં હિન્દુ યુવતી સાથે સરફરાજખાનને પ્રેમ
આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વડગામ તાલુકાના જૂનીનગરીની યુવતીના લગ્ન હેબતપુરના વતની સરફરાજખાન બિહારી સાથે થયા હતા. તેમના લગ્નજીવનથી પીડિતાને એક પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ સરફરાઝખાનને દાંતીવાડા સિપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. નોકરી દરમિયાન તેની સાથે ઓફિસમાં કામ કરતી હિન્દુ યુવતી સાથે સરફરાજખાનને પ્રેમ થતા તેને લઈને નાસી ગયો હતો. તે સમયે પરિવારના સમજાવટથી સરફરાજખાને યુવતીને ભૂલી જશે તેમ કહી મામલો થાળે પાડયો હતો. પરંતુ ત્યારબાદ પણ સરફરાઝખાને યુવતી સાથે સંબંધો રાખતા યુવતીને પુત્રનો જન્મ થયો હતો. જેથી તેની પત્નીએ વિરોધ કરતા સરફરાઝખાને તેને ગડદાપાટુનો મારમારી ત્રણવાર તલાક…તલાક…તલાક… બોલી ઘરમાંથી કાઢી મુકી હતી.
ગુજરાતમાં “ટ્રિપલ તલાક”ના કાયદા બાદ પ્રથમ કિસ્સો
પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ પ્રોટેક્શન ઓફ એકટ મુજબની ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર કેસ પાલનપુરની બીજી એડિશનલ કોર્ટમાં ચાલી જતા જજ બી.એસ દરજીએ તમામ બાબતો અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લેતા અને કેશની ગંભીરતા જોતા આરોપી સરફરાઝ ખાન બિહારીને એક વર્ષની સજા ફટકારી છે. ટ્રિપલ તલાકના કાયદા બાદ ગુજરાતમાં કોઈને સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).