Home Uncategorized બિહારમાં બાળકોને ભરખી જતો ચિમકી તાવ વકર્યો ,140 બાળકોએ જીવ ગુમાવ્યા, હજારો...

બિહારમાં બાળકોને ભરખી જતો ચિમકી તાવ વકર્યો ,140 બાળકોએ જીવ ગુમાવ્યા, હજારો લોકોએ ઘર-બાર છોડ્યા

મુઝફ્ફરપુર શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજ હૉસ્પીટલમાં બુધવારે વધુ પાંચ બાળકોના મોત થઇ ગયા. આ પાંચ બાળકોને મળીને હૉસ્પીટલમાં બાળકોનો મૃત્યુઆંક હવે 95 પહોંચી ગયો છે

Face Of Nation: મુઝફ્ફરપુરઃ બિહારમાં ચિમકી તાવનો કહેર યથાવત છે. એક્યૂટ ઇન્સૈપેલાઇટિસ સિન્ડ્રૉમ (એઇએસ)થી મરનારા બાળકોની સંખ્યા વધીને અત્યાર સુધી 140 થઇ ગઇ છે. ચિમકી એક પ્રકારનો મગજનો તાવ છે જેના કારણે બિહારમાં બાળકો મોતને ભેટી રહ્યાં છે.

મુઝફ્ફરપુર શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજ હૉસ્પીટલમાં બુધવારે વધુ પાંચ બાળકોના મોત થઇ ગયા. આ પાંચ બાળકોને મળીને હૉસ્પીટલમાં બાળકોનો મૃત્યુઆંક હવે 95 પહોંચી ગયો છે.

બિહારના વૈશાલીની પાસે હરિંબશપુરમાં 10 બાળકોના મોત બાદ સેંકડો પરિવારોએ ઘર છોડી દીધી છે. વળી, મોતિહારીમાં પણ ચિમકી તાવનો પ્રકોપ વધી રહ્યો છે. બુધવારે ચિમકી તાવથી પીડિત 19 બાળકોને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 140 બાળકોના મોતને લઇને રાજ્ય અને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. જુદીજુદી જગ્યાએ તાવને ડામવા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.