Home Sports ભારત-ઈંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ, ચોથો દિવસ : ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ, ભારતની બીજી...

ભારત-ઈંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ, ચોથો દિવસ : ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ, ભારતની બીજી ઈનિંગ 245 રનમાં સમેટાઈ; પુજારા-પંતની ફિફ્ટી, દોઢ દિવસ બાકી

Face Of Nation 04-07-2022 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચનો ચોથો દિવસ છે. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 284 રન સમેટાયા બાદ ભારતે બીજી ઈનિંગમાં 245 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ આપ્યો છે. પહેલી ઈનિંગમાં શાનદાર 146 રન બનાવનાર ઋષભે બીજી ઈનિંગમાં હાફ સેન્ચુરી ફટકારી છે. તેને 78 બોલમાં 53 રન બનાવ્યા છે. આ તેમની ટેસ્ટ કરિયરની 10મી ફિફ્ટી છે. પંતને જેક લીચે પોતાનો શિકાર બનાવ્યો. તો શ્રેયસ અય્યર ફરી એક વખત મોટી ઈનિંગ નથી રમી શક્યો. મેથ્યૂ પોટ્સના બોલમાં તે પુલ કરવા જતા જેમ્સ એન્ડરસનને આસાન કેચ આપી બેઠો. અય્યરે 19 રન કર્યા.
પુજારાની શાનદાર ઈનિંગ પૂરી, વિરાટનો ફ્લોપ શો
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટની બીજી ઈનિંગમાં પુજારાએ કમાલની બેટિંગ કરતા 168 બોલમાં 66 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 8 ચોગ્ગા નીકળ્યા. પુજારાને સ્ટુઅર્ટ બ્રોડે પેવેલિયન મોકલ્યો. બ્રોડના બોલને ચેતેશ્વર પોઈન્ટની દિશામાં રમવા માગતો હતો પરંતુ ત્યાં ઊભેલા એલેક્સ લીસે આસાનીથી કેચ પકડી લીધો. તો બીજીતરફ વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન યથાવત્ છે. બીજી ઈનિંગમાં તે જે રીતે રમી રહ્યો હતો એના પરથી એવું લાગતું હતું કે તે મોટી ઈનિંગ રમશે, પરંતુ 20 રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ ઈનિંગમાં કોહલી 11 રને આઉટ થયો હતો. છેલ્લે, તેણે 23 નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં સદી ફટકારી હતી.
બર્મિગહામમાં માત્ર એક વખત ચેઝ થયો છે 250+ રનનો ટાર્ગેટ
બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડમાં 250+ નો ટાર્ગેટ માત્ર એકવાર ચેઝ થયો છે. સાઉથ આફ્રિકાની ટીમે આ સિદ્ધી 14 વર્ષ પહેલા 2008માં મેળવી હતી. તેમણે ચોથી ઈનિંગમાં 283 રન બનાવી મેચને 5 વિકેટે જીતી હતી. આવામાં બુમરાહની સેના પાસે આ ટેસ્ટ અને સીરિઝ જીતવાની સારી તક છે. ભારતે ઈંગ્લેન્ડને ઘર આંગણે 2007માં હરાવ્યું હતું. વર્તમાન ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ ત્યારે ટીમના કેપ્ટન હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).