Face Of Nation 14-04-2022 : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે ભાવનગરની સરકારી સ્કૂલની મુલાકાત લીધા બાદ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ છે. ભાજપે સરકારી સ્કૂલ કેવી આપી એ જોવા ગુજરાત આવ્યો છું. જીતુભાઈએ અહંકારમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સ્કૂલ સારી છે જેને સારી ના લાગે એ દિલ્હી જાય. આવા નિવેદન બાદ આજે ભાવનગરમાં બે સરકારી સ્કૂલમાં હું ગયો હતો. જ્યાં દરેક ખૂણામાં કરોળિયાની જાળ હતી, શિક્ષકો નહોતા. આજે તેમણે ટ્વિટર પર ટ્વિટ કરીને જીતુ વાઘાણીને દિલ્હીની સ્કૂલો જોવા માટે આવવાનું આમંત્રણ આપ્યું હતું.
CM-શિક્ષણમંત્રીને દિલ્હીની સ્કૂલો જોવા આમંત્રણ
હું ગુજરાતમાં શિક્ષણ મંત્રીના શહેરમાં સ્કૂલોમાં આવ્યો ત્યારે ભાજપે દિલ્હીમાં તેમના સાંસદ ઉતારી દીધા અને સ્કૂલોમાં મોકલ્યા. ક્યાંય તેઓને કરોળિયાના બાવા કે બોર્ડ નથી એવું નથી દેખાયું. દિલ્લીમાં આપની સરકારે 5 વર્ષમાં કર્યું અને 27 વર્ષમાં ગુજરાતમાં ભાજપે કઈ નથી કર્યું. દેશમાં શિક્ષણની વાત થઈ તેના પર હું ખુશ છું. હું દિલ્હીમાં શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને આવવા આમંત્રણ આપું છું. અનેક રાજ્યોના મુખ્યમંત્રી આવ્યા છે. આવો જોવો કેવી કામગીરી થાય છે. અમારું ગઠબંધન ગુજરાત સાથે છે. આમ આદમી સાથે અમે જોડાયેલા છીએ.
દેશનું ભવિષ્ય તો જીતુભાઈની શાળામાં ભણે છે?
તેમણે કહ્યું કે, 700 સ્કૂલોમાં 1 જ શિક્ષણ ભણાવે છે. સરકારી સ્કૂલો નહીં ભવિષ્યની આવી હાલત છે. સરકારી સ્કૂલોને સારી કરવી એ કઈ રોકેટ સાયન્સ નથી. 5 વર્ષમાં દિલ્હીમાં સરકારી સ્કૂલો બદલાઈ શકે છે, તો ભાજપ 27 વર્ષમાં ન કરી શકે? રોજ બાળકો ભણવા અને શિક્ષકો ભણાવવા આવે છે તો ત્યાં એવું ન લાગવું જોઈએ કે કોઈ કબાડખાનામાં આવી ગયા. આજે સરકારી સ્કૂલમાં બાળકોને એવું લાગતું હશે કે અમે થોડું દેશનું ભવિષ્ય છીએ. દેશનું ભવિષ્ય તો જીતુભાઈની શાળામાં ભણે છે. 27 વર્ષથી ભાજપ શું કરે છે? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News મનીષ સિસોદીયાનો પત્ર,”હું ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને દિલ્હીની સરકારી સ્કૂલો જોવા...