Home Crime મહિલા ફૂડ અધિકારીને લાફો મારવાની ઘટના, આરોપીએ PIને પણ ગાળો ભાંડી

મહિલા ફૂડ અધિકારીને લાફો મારવાની ઘટના, આરોપીએ PIને પણ ગાળો ભાંડી

શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મહિલા ફૂડ અધિકારીને લાફો માર્યા હોવાની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે. જે મુજબ શાહીબાગ ઘોડા કેમ્પ પર આવેલી અન્ન તથા નાગરિક પુરવઠા નિયત્રંક કચેરીમાં મદદનીશ નિયામક વર્ગ-બેના મહિલા અધિકારી રૂચિ પટેલને લાફો મારી તેમનો મોબાઈલની લૂંટી લેવાની ઘટના અંગે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં દુર્વ્યહાર કર્યો હતો, તેમજ પીઆઈને ગાળો ભાંડી હતી.