Home Uncategorized યુરોપમાં ગરમીની સાથે તમામ રેકોર્ડ તૂટ્યા : સ્પેન, પોર્ટુગલ અને બ્રિટનમાં 1700થી...

યુરોપમાં ગરમીની સાથે તમામ રેકોર્ડ તૂટ્યા : સ્પેન, પોર્ટુગલ અને બ્રિટનમાં 1700થી વધારેના મોત; માર્ગો અને રન-વેનો ડામર પીગળ્યો, બ્રિટનમાં શાળા બંધ!

Face Of Nation 21-07-2022 : યુરોપ અને વિશ્વના 7 દેશ અત્યારે ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. બ્રિટનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આ અગાઉ છેલ્લે સૌથી વધારે તાપમાન 39.1 ડીગ્રી વર્ષ 2019માં નોંધવામાં આવ્યું હતું. તો બીજીતરફ અહેવાલ પ્રમાણે ફ્રાંસ, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન અને ગ્રીસમાં ગરમી સતત એનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. હીટવેવને લીધે જંગલોમાં આગ લાગવાની અસંખ્યા ઘટના બની રહી છે. એને લીધે ગરમીનું જોર ઓર વધી ગયું છે. એક સપ્તાહમાં સ્પેન તથા પોર્ટુગલમાં 1700થી વધારે લોકોનાં મોત થયાં છે. બ્રિટનમાં પણ ગરમીને લીધે માર્ગો પર ડામર પીગળી રહ્યો છે. શાળાઓ બંધ કરવામાં આવી છે.
33 સ્થળ પર આ પારો 38.7 ડીગ્રી સેલ્સિયસ રહ્યું
બ્રિટનના લિંકનશાયર અને હીથ્રો એરપોર્ટ પર 40 ડીગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે. 33 સ્થળ પર આ પારો 38.7 ડીગ્રી સેલ્સિયસ રહ્યું છે. હવામાન વિભાગે રાજધાની લંડન સહિત મધ્ય, ઉત્તર અને દક્ષિણ-પૂર્વી ઈગ્લેન્ડના અનેક વિસ્તારોમાં હીટવેવ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજીતરફ લંડનના અનેક વિસ્તારોમાં રેલવે સેવાઓ પર માઠી અસર થઈ છે. મિડલેન્ડ્સ રેલવેએ લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. રેલવેનું કહેવું છે કે રેલવેટ્રેક આમ તો હવાની તુલનામાં 20 ડીગ્રી વધારે ગરમ હોય છે. તાપમાન વધશે તો ફરી આ ટ્રેક વળી (બેન્ડ) જશે. લંડનમાં ટ્રેનોની 200 કિમી પ્રતિ કલાક ઝડપથી દોડે છે. બે દિવસમાં હીટવેવને લગતી ઘટનામાં 10 લોકોનાં મોત થયાં છે.
અનેક ઘરોમાં આગ લાગ્યાના બનાવો
ફાયરબ્રિગેડ ટીમને અનેક જગ્યાએ આગ લાગવાની ઘટના મળી છે. પૂર્વી લંડનના વેનિંગ્ટનમાં પણ ભીષણ આગ લાગી છે. અહીં અનેક ઘરોમાં આગ લાગી છે. લ્યૂટૉન એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન રન વેનું સમારકામ કર્યાં બાદ શરૂ થયું હતું.
સ્પેનઃ સ્પેનમાં હીટવેવથી કોઈ રાહત મળી રહી નથી. એને લીધે 36 વિસ્તારમાં જંગલની આગ ભભૂકી ઊઠી છે. 70 હજાર હેક્ટર જંગલ બળીને ખાખ થઈ ચૂક્યાં છે. આશરે 13 હજાર લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થાન પર સ્થળાંતરિત થયા છે. દક્ષિણ-પશ્ચિમી સ્પેનમાં તાપમાનનો પારો 44 ડીગ્રી સેલ્સિયસથી ઉપર અને દેશના અન્ય ભાગોમાં 40 ડીગ્રી સુધી પહોંચી ગયું છે. ગરમીને લીધે 10થી 17 જુલાઈ વચ્ચે આશરે 678 લોકોનાં મોત થયાં છે.
પોર્ટુગલઃપોર્ટુગલમાં પણ સ્થિતિ ખાસ નથી. અહીં પણ હીટવેવનો કહેર જોવા મળે છે. એને લીધે જંગલના વિસ્તારોમાં આગ લાગી છે, આશરે 160 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સેંકડો લોકો ઘર છોડી ચૂક્યા છે. પોર્ટુગલમાં વર્ષ 2017 બાદ આ સૌથી ગંભીર અસર જોવા મળી રહી છે. અહીં 17 જુલાઈના રોજ આગ પર કાબૂ મેળવવા જોડાયેલું એક ફાયર ફાઈટિંગ પ્લેન તૂટી ગયું છે, જેમાં એક પાયલોટનું મોત થયું હતું. પોર્ટુગલમાં તાપમાન વધવાને લીધે 1 હજારથી વધારે લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે બુધવારે કંઈક રાહત મળતા હોય એવા સંકેત સાંપડ્યા છે, કારણ કે તાપમાનમાં નજીવા પ્રમાણમાં ઘટાડો થયો છે.
ફ્રાંસઃ રાજધાની પેરિસમાં મંગળવારે તાપમાનનો પારો 40.5 ડીગ્રી સેલ્સિયસ થઈ ગયો છે. નેશનલ વેધર ફોરકાસ્ટરના જણાવ્યા પ્રમાણે, આ અગાઉ શહેરમાં 40 ડીગ્રીથી પર પારો ફક્ત બે વખત રહ્યો છે. પ્રથમ વખત વર્ષ 1947માં અને બીજી વખત વર્ષ 2019માં રહ્યો હતો. રેકોર્ડતોડ તાપમાનથી ફ્રાંસના 22 હજાર એકર જંગલમાં આગ લાગી હતી. 12 હજાર લોકોને બચાવવામાં આવ્યા છે. 3 હજારથી વધારે ફાયરફાઈટર્સ આગ ઠારવવા માટે કામે લાગેલા છે.
અમેરિકાઃ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે, બુધવાર અને ગુરુવારે અમેરિકાના અનેક વિસ્તારોમાં ભીષણ આગ લાગી હતી. અમેરિકાની કુલ વસતિના 25 ટકા એટલે કે 8 કરોડ લોકો ભીષણ ગરમીની ઝપેટમાં આવી શકે છે. ટેક્સાસ, લૉસ એન્જેલસ, ઓકલાહોમ અને મિસિસિપી જેવાં અમેરિકાનાં અનેક શહેરોમાં 40-50 ડીગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાનો અંદાજ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).