Home Religion રાજકોટ : પ્રદ્યુમન પાર્ક ખાતે ઈમુ પક્ષીએ 3 બચ્ચાને આપ્યો જન્મ, 2015માં...

રાજકોટ : પ્રદ્યુમન પાર્ક ખાતે ઈમુ પક્ષીએ 3 બચ્ચાને આપ્યો જન્મ, 2015માં ઇમુ પક્ષીની જોડીને રેસ્કયુ કરી “ઝુ” ખાતે લવાઈ હતી જે આકર્ષણ કેન્દ્ર બન્યા છે!

Face Of Nation 10-06-2022 : વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ સફેદ વાઘણે 2 વાઘ બાળને જન્મ આપ્યો હતો. હવે આવા જ વધુ એક સમાચારમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ઇમુ પક્ષીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો અને અત્યારે આ ત્રણેય બચ્ચા ત્રણ મહિનાની ઉંમરના થઇ ગયા છે. તેમ મેયર ડો પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું.
ઝૂ ખાતે ઇમુ ૫ક્ષીએ બચ્‍ચાનો જન્‍મ
રાજકોટ ઝૂ ખાતે પ્રથમ વખત 24મી જુલાઇ 2015 રોજ ઇમુ ૫ક્ષીની જોડી (નર તથા માદા) રેસ્‍ક્યુ અર્થે મેળવવામાં આવ્યા હતા. આ બન્ને ૫ક્ષીઓને અહીંનું કુદરતી જંગલ સ્‍વરૂ૫નું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર માદાના સંવનનથી માદા ઇમુ દ્વારા ઇંડા મુકવામાં આવ્યા હતા. સામાન્‍ય રીતે ઇમુ ૫ક્ષીઓમાં માદા ૫ક્ષી ઇંડા મુક્યા ૫છી ઇંડાઓને સેવવાનું કાર્ય નર ઇમુ ૫ક્ષી દ્વારા કરવામાં આવે છે. નર ઇમુ દ્વારા સફળતાપૂર્વક સેવવાનું કાર્ય કરાતા 60 દિવસના અંતે ઇંડામાંથી 3 બચ્‍ચાંઓનો જન્‍મ થયો હતો. હાલ આ ત્રણેય બચ્‍ચાં ત્રણ માસના થઇ ગયી છે અને તંદુરસ્‍ત હાલતમાં પાંજરામાં હરતા-ફરતા જોઇને મુલાકાતીઓ પ્રભાવિત થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).