ઓખા કોસ્ટગાર્ડે વેરાવળથી 86 નોટિકલ માઈલ દૂરથી શોધી કાઢ્યું
Face Of Nation:દ્વારકા:વાયુ વાવાઝોડાના કારણે વેરાવળના દરિયામાંથી ગુમ થયેલું દરિયાઇ આબોહવા, તરંગોની જાણકારી આપતું વેવ રાઇડર બુઓય મશીન ઓખા કોસ્ટગાર્ડે શોધી કાઢયું છે.મશીન ઓખાથી 86 નોટીકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય સીમા પાસેથી મળી આવ્યું હતું.
86 નોટીકલ માઇલના દુર ઇન્ટરનેશનલ બોર્ડર પરથી યંત્ર મળ્યું
દ્વારકા જીલ્લાના મુખ્યમથક નં. 15 ઓખાના ભારતીય કોસ્ટ ગાર્ડના ડેપ્યુટી કમાન્ડન્ટ કેપ્ટન અભિષેક ત્રિપાઠીને મશીન શોધવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે શીપ અરીંજરમાં કેપ્ટન ત્રિપાઠી સ્ટાફ સાથે દ્વારકા વિસ્તારનો દરીયાને ખુંદી વળ્યા હતા. આ દરમિયાન તા.18 જૂનના ડેપ્યુટી કમાન્ડન્ટને આ યુનીટ ગોતવામાં સફળતા મળી હતી. ઓખાથી આશરે 86 નોટીકલ માઇલના દુર ઇન્ટરનેશનલ બોર્ડર સીમા પાસેથી આ મશીન મળી આવ્યું હતું. 11 જૂને ગુમ થયેલું વેવ રાઇડર બુઓય મશીન શોધવા ઓખા કોસ્ટગાર્ડે દ્વારકાના વાયુ વાવાઝોડાની અસરના કારણે દરિયામાં ખરાબ વાતાવરણ હોવા છતાં કોસ્ટગાર્ડે શોધી કાઢ્યું હતું.