વેકેશનબાદ રાજ્યમાં સ્કૂલો ખુલ્યાને 10 દિવસ જેટલો સમય થયો છે છતાં પણ કેટલાક ધોરણના પાઠ્યપુસ્તકો મળતા ન હોવાની ફરિયાદ ઉઠી છે.
Face Of Nation: ગાંધીનગરઃ વેકેશનબાદ રાજ્યમાં સ્કૂલો ખુલ્યાને 10 દિવસ જેટલો સમય થયો છે છતાં પણ કેટલાક ધોરણના પાઠ્યપુસ્તકો મળતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે પાઠ્ય પુસ્તક મંડળના નાયબ નિયામકે જાણકારી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતી માધ્યમના કોઇ પણ ધોરણના પુસ્તકમાં તકલિફ નથી.
એન.સી.ઇ.ટી.આર.ઇના 92 જેટલા વિષયો પૈકી અંગ્રેજી, હિન્દી, ઉર્દુ માધ્યમના 30 પુસ્તકો મળ્યા નથી. જોકે, આ પુસ્તકો એકાદ સપ્તાહમાં આવી જશે જે બધી શાળાઓમાં પુસ્તકોની ડિલિવરી થઇ જશે.
પુસ્તક વિતરણ પાઠ્ય પુસ્તક મંડળના નાયબ નિયામક વિનય ગોસાઇના જણાવ્યા પ્રમાણે ગુજરાતી માધ્યમમાં 1થી8 અને 9થી 12 ગુજરાતની દરેક જગ્યાએ વિના મુલ્ય પુસ્તકો આપવામાં આવે છે. બધી શાળાઓ સુધી પહોંચી ગયા છે.
બીજો વિષય એવો છે કે જે કિંમતવાળા છે. કિંમતવાળા પુસ્તકો માટે અમદાવાદમાં અમારા ચાર વિતરકો છે. અહીંથી માલ લઇ જાય છે અને તેઓ દુકાનદારોને આપતા હોય છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તક મંડળની અલગ વ્યવસ્થા પણ હોય છે. ગાંધીનગર સેક્ટર 10માં પણ અમે સેલ ડેપો રાખતા હોઇએ છીએ. આવી રીતે અમદાવાદમાં નિર્ણયનગર પાસે ગ્રંથમંદિરનાનામે પણ સેલડેપો છે. જ્યાંથી 12 ટકા કમિશન સાથે સિંગલ કોપી પણ કોઇપણને મળી શકે છે. એટલે પુસ્તકોની ખેંચ છે એવો કોઇ પ્રશ્ન નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમમાં બધી જગ્યાએ પુસ્તકો પહોંચેલા છે. અમે ફરીથી વિતરક સાથે વાત કરીને જો ડિમાન્ડ હશે તો એને સોર્ટઆઉટ કરી દઇશું. બીજા માધ્યમો અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, એનસીઇઆરટીમાંથી કેટલાક ટાઇટલો આવવાના બાકી છે જેવા આ પુસ્તકો આવી જશે એટલે તરત જ બજારમાં મુકી દઇશું અને શાળાઓને પણ પહોંચતા કરીશું