Face Of Nation 28-05-2022 : મધ્યપ્રદેશનાં મંદસૌરની એક વ્યક્તિએ મુસ્લિમ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. હવે શેખ ઝફર શેખ પિતા ગુલામ મોઇનુદ્દીન શેખ હવે ચેતન સિંહ રાજપૂત તરીકે ઓળખાશે. તેમની પત્ની પહેલેથી જ હિન્દુ ધર્મમાંથી છે. શુક્રવારે તેમણે ભગવાન પશુપતિનાથ મંદિરના આંગણે ધર્મ પરિવર્તન કર્યો હતો. 46 વર્ષીય શેખનું મહામંડલેશ્વર સ્વામી ચિદમ્બરાનંદ સરસ્વતી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-હવન કરીને હિન્દુ ધર્મની દીક્ષા આપી હતી. આ દરમિયાન તેમને ગાયનું છાણ અને ગૌમૂત્રથી સ્નાન પણ કરાવવામાં આવ્યું હતું.
અત્યારસુધી હું મારી જાતને અધૂરો અનુભવતો હતો
હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ તેમણે કહ્યું- આ ઘર વાપસી છે. બાળપણથી જ મારો ઝુકાવ હિન્દુ ધર્મ તરફ હતો, તેથી જ મેં હિન્દુ ધર્મની છોકરી સાથે લગ્ન કર્યા હતા. અત્યારસુધી હું મારી જાતને અધૂરો અનુભવતો હતો, પરંતુ હવે હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ હું સંપૂર્ણ રીતે હિન્દુ બની ગયો છું. આનાથી મને શાંતિનો અનુભવ થાય છે. આ પ્રસંગે સાંસદ સુધીર ગુપ્તા અને ધારાસભ્ય યશપાલ સિંહ સિસોદિયા પણ મંદિરે પહોંચ્યા હતા અને ઘર વાપસી પર તેમને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ધારાસભ્ય સિસોદિયા મંદિરમાં જ રહ્યા હતા.
નામની સાથે સંસ્કૃતિ અને વિચારોમાં પરિવર્તન
પંચાયતી અખાડા મહાનિર્વાણીના મહામંડલેશ્વર સ્વામી ચિદમ્બરાનંદ સરસ્વતીએ કહ્યું- આજે તેમને તેમની ઈચ્છા મુજબ નવું નામ આપવામાં આવ્યું છે. તેઓ ઘરે પરત ફર્યા છે. તમામ વિધિ-વિધાન સાથે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ધારાસભ્ય યશપાલ સિંહ સિસોદિયાએ કહ્યું- તેઓ શરૂઆતથી જ ભગવાન શિવના ભક્ત છે. તેઓ ઝફર શેખ હતા, હવે તેઓ ચેતન તરીકે ઓળખાશે. નામની સાથે સંસ્કૃતિ અને વિચારોમાં પરિવર્તન આવ્યું છે. તેમણે એક નવી શરૂઆત કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).