Face Of Nation 09-07-2022 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે સતત પાંચમાં દિવસે પણ મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ રાખી હતી. જિલ્લામાં 24 કલાકના ગાળા દરમિયાન ચાર તાલુકામાં ચાર ઇંચથી માંડીને છ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દ્વારકા ખાતે નોંધાયો હતો. 24 કલાકના પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના 15 પૈકીના 7 ડેમમાં નવા નિરની આવક થઈ છે.
ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા
દ્વારકામાં સવારથી જ બપોર સુધીના ગાળા દરમિયાન પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે 24 કલાકમાં અહીં 6 ઇંચ વરસાદ નોંધાતા શહેરી વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જેમાં ઇસ્કોન ગેટ ભદ્રકાલી ચોક અને નગરપાલિકા સામેના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે કલ્યાણપુર તાલુકા મથકે સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય પંથકમાં પણ આવી જ રીતે મેઘરાજા વરસી જતા ચોમેર પાણી પાણી થઈ ગયું હતું.
નિચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં
બીજી તરફ ખંભાળિયા ખાતે પણ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઇને શહેરના નિચાણ વાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે જિલ્લાનો સૌથી ઓછો વરસાદ ભાણવડ ખાતે નોંધાયો હતો. ભાણવડમાં 24 કલાકના ગાળા દરમિયાન 4 ઇંચ વરસાદ પડ્યો હતો. 24 કલાકના પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના 15 પૈકીના 7 ડેમમાં નવા નિરની આવક થઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).