Home Politics ૧૯૯૧થી બીજેપીનો ગઢ રહેલા દક્ષિણ બેંગ્લુરૂ બેઠક પર મોદી ચૂંટણી લડે તેવા...

૧૯૯૧થી બીજેપીનો ગઢ રહેલા દક્ષિણ બેંગ્લુરૂ બેઠક પર મોદી ચૂંટણી લડે તેવા એંધાણ

કોંગ્રેસે શનિવારે મોડી રાતે કર્ણાટકની ૧૮ બેઠકો પર પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અહીંયા ૨૦ લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે બાકીની આઠ બેઠકો પરથી તેના ગઠબંધન સહયોગી જેડીએસનાં ખાતામાં છે.કોંગ્રેસ ઉમેદવારોની આ યાદીને જાઇને ચોંકાવનારી વાત સામે આવે છે કે પાર્ટીએ દક્ષિણ બેંગલુરૂ અને ધારવાડની સીટ પર ઉમેદવારીની જાહેરાત નથી કરી. ધારવાડમાં ૨૩ એપ્રિલનાં ત્રીજા ચરણમાં મતદાન થશે. એટલે પાર્ટી પાસે હજી સમય છે. પરંતુ દક્ષિણ બેંગલુરૂ સીટ પર બીજા તબક્કામાં ૧૮ એપ્રિલનાં રોજ મતદાન થશે અને અહીં નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૨૬ માર્ચ છે.
છેલ્લા ઘણાં દિવસોથી તેવી ચર્ચા થઇ રહી છે કે વર્ષ ૧૯૯૧થી જ બીજેપીનો ગઢ રહેલા દક્ષિણ બેંગ્લુરૂ બેઠક પર આ વખતે પીએમ મોદી ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ પ્રમાણે, તેમને આશંકા છે કે આ બેઠક પર કોઇ ચોંકાવનારા ઉમેદવારને ઉભો રાખશે. એટલે પાર્ટીનાં હાઇકમાન્ડ વેઇટ એન્ડ વોચનો નિર્ણય લીધો છે. દક્ષિણ બેંગલુરૂ કોંગ્રેસ વિરોધી સીટ માનવામાં આવે છે. જા ૧૯૮૯ને છોડીને ૧૯૭૭થી અહીં ગેર કોંગ્રેસી સાંસદ જ ચૂંટાયા છે. બીજેપીએ સૌથી પહેલા વર્ષ ૧૯૯૧માં આ સીટ પર કબજા કર્યો હતો. ત્યારે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી દિવંગત પ્રોફેસરનાં વેંકટગિરિ ગૌડાએ અહીં કેસરીયો લહેરાવ્યો હતો. ૧૯૯૬થી લઇને ગત વર્ષ નવેમ્બર સુધી દિવંગત કેન્દ્રીય મંત્રી અનંત કુમારે આ સીટનું પ્રતિનિધિત્વ કર્યું છે.